વર્તમાન SCO સભ્યોએ Medicareમાં નોંધણી કરાવવા માટે પગલાં લેવા પડશે નહીંતર તેમનું કવરેજ બંધ થઈ જશે.

https://www.canva.com/dCurrent SCO members must take action to enroll in Medicare or lose coverage.esign/DAFRdkMNhq8/ORFsfdETQ9XCiyd8z-9BjA/edit?utm_content=DAFRdkMNhq8&utm_campaign=designshare&utm_medium=link2&utm_source=sharebutton

This page's content is also available in the languages below: 

English | Spanish | Portuguese | Chinese | Vietnamese

 

SCO અને MassHealth પાત્રતામાં મહત્વપૂર્ણ ફેરફારો 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે.

1 જાન્યુઆરી, 2026થી, MassHealth માટે SCO યોજનામાં નોંધણી માટે લાયક બનવા માટે સભ્યોએ Medicareમાં નોંધણી કરાવવી જરૂરી બનશે. 65 વર્ષ અને તેથી વધુ ઉંમરના MassHealth સભ્યો કે જેઓ મફતમાં Medicare માટે લાયક છે (જેને લાયકાત ધરાવતા Medicare લાભાર્થીઓ પણ કહેવાય છે) તેમણે 31 ડિસેમ્બર, 2025 પછી તેમના પ્લાનમાં નોંધણી ચાલુ રાખવા અને તેમના MassHealth કવરેજને જાળવી રાખવા માટે Medicare કવરેજ માટે એપ્લિકેશન કરવી અને કવરેજ મેળવવું આવશ્યક છે. SCO સભ્યો કે જેમની પાસે પહેલેથી જ Medicare અને MassHealth બંને છે તેઓ આ ફેરફારથી પ્રભાવિત થશે નહીં.

 

લાયકાત ધરાવતા Medicare લાભાર્થી શું છે? 

લાયકાત ધરાવતા Medicare લાભાર્થીઓ (QMBs) એ MassHealth સભ્યો છે કે જેઓ *Medicare સેવિંગ્સ પ્રોગ્રામ (MSP) માટે લાયક છે જે પ્રીમિયમ, કપાતપાત્ર અને સહ-ચુકવણી જેવા Medicare ખર્ચ માટે ચુકવણી કરવામાં મદદ કરે છે. MassHealth (Medicaid) QMB સભ્યો માટે આ ખર્ચને આવરી લેશે. આનો અર્થ એ થયો કે QMB સભ્યોને Medicare કવરેજ મેળવવા માટે પોતાના ખિસ્સામાંથી ચુકવણી કરવાની જરૂર નથી. જ્યાં સુધી સભ્ય સમાન પ્રકારના MassHealth કવરેજ માટે પાત્ર રહેશે ત્યાં સુધી આ ચાલુ રહેશે.

 

સભ્યોએ Medicareમાં નોંધણી કરાવવા માટે પ્રક્રિયા કરવી આવશ્યક છે

MassHealthના સભ્યો જે કોઈ પણ વધારાના ખર્ચ વિના Medicare માટે લાયક છે તેમને Medicareમાં નોંધણી કરાવવી જરૂરી છે. જો આ સભ્યો Medicareમાં નોંધણી કરાવતા નથી, તો તેઓ MassHealth અને SCO કવરેજ ગુમાવી શકે છે. 

  • 12/31/2025 પછી MassHealth-માત્ર સભ્યો SCO માટે પાત્ર રહેશે નહીં.
    • હાલના SCO સભ્યો કે જેઓ Medicare માટે લાયક નથી, તેઓ 12/31/2025 પછી SCOમાંથી બહાર નીકળી જશે અને તેમનું ફક્ત MassHealth કવરેજ ચાલુ રહેશે.
    • હાલના SCO સભ્યો કે જેઓ Medicare (QMB) માટે લાયક છે અને 12/31/2025 સુધીમાં મેડિકેર ભાગ A અને B બંને ધરાવતા નથી તેઓ તેમનું SCO અને MassHealth કવરેજ ગુમાવશે.
  • Medicare અને MassHealth બંને ધરાવતા હાલના SCO સભ્યો પર આ ફેરફારની અસર થશે નહીં અને તેમનું કવરેજ ચાલુ રહેશે.


Medicare એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરવા માટે, સભ્યોએ સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન (SSA) સાથે એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવી પડશે.
 

 

Medicare માટે એપ્લિકેશન કરવા માટે એક એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરો

એપ્લિકેશન એપોઇન્ટમેન્ટની વિનંતી કરવા માટે સભ્યોએ તેમની સ્થાનિક સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન ફીલ્ડ ઑફિસને સીધો કૉલ કરવાનો અથવા મુલાકાત લેવાની રહેશે. તેમની સ્થાનિક સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન ઑફિસ સાથે Medicare એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવામાં મદદ માટે તેઓ 1-855-670-5934 (TTY 711) પર પણ અમારો સંપર્ક કરી શકે છે.

  • સ્થાનિક SSA ફિલ્ડ ઑફિસો https://secure.ssa.gov/ICON.main.jsp પર ઝિપ કોડ દ્વારા ઑનલાઇન શોધી શકાય છે.
  • (800) 772-1213 પર નેશનલ SSA લાઇનને કૉલ કરો
  • સભ્યની પસંદગીના આધારે ટેલિફોન અથવા રૂબરૂમાં એપોઇન્ટમેન્ટ સેટ કરો (QMBs Medicare માટે ઑનલાઇન એપ્લિકેશન કરવા માટે પાત્ર નથી)
  • જો જરૂર હોય તો એપોઇન્ટમેન્ટ માટે દુભાષિયાની વિનંતી કરો
  • મહેરબાની કરીને નોંધ લેશો: SSA સાથે વાત કરતી વખતે, “MassHealth સભ્ય” ને બદલે “Medicaid સભ્ય” શબ્દનો ઉપયોગ કરો. સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન હંમેશાં MassHealthથી પરિચિત હોતું નથી અને તમારી એપોઇન્ટમેન્ટ વિનંતીને નકારી શકે છે.
     

 

Medicare એપોઇન્ટમેન્ટ માટે તૈયારી કરો

SSA સાથે એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરતી વખતે સભ્યોએ આ માહિતી પૂરી પાડવા માટે તૈયાર રહેવું જોઈએ:

  • સોશિયલ સિક્યુરિટી નંબર
  • જન્મ તારીખ
  • પૂરું નામ
  • ટપાલનું સરનામું
  • જન્મનો દેશ
  • વૈવાહિક સ્થિતિ (એકલા, પરિણીત, છૂટાછેડા લીધેલા, વિધવા)
  • તમારી નોંધાયેલ નાગરિકતા અથવા કાયમી નિવાસી સ્થિતિ
  • એપોઇન્ટમેન્ટ માટે તમારો સંપર્ક કરવા માટે SSA એ જે ફોન નંબરનો ઉપયોગ કરવો જોઈએ તે ફોન નંબર.
  • SSA દ્વારા માંગવામાં આવતા અન્ય કોઈ પણ ડોક્યુમેન્ટ.

 

મારી Medicare એપ્લિકેશનની એપોઇન્ટમેન્ટમાં મારે શું લાવવાની જરૂર છે?  

જ્યારે સભ્યો તેમની Medicare એપ્લિકેશનની એપોઇન્ટમેન્ટ માટે જાય છે, ત્યારે તેઓ સોશિયલ સિક્યુરિટી ઑફિસને જોડાયેલું “સોશિયલ સિક્યુરિટી ઑફિસ માટે માહિતી” ડોક્યુમેન્ટ બતાવી શકે છે [DOWLOAD THE DOCUMENT HERE] આ ડોક્યુમેન્ટ સમજાવે છે કે સભ્ય એક લાયકાત ધરાવતા Medicare લાભાર્થી છે જેને Medicareમાં નોંધણી કરાવવી જરૂરી છે. આનાથી તેમને એપ્લિકેશનની યોગ્ય રીતે પ્રક્રિયા કરવામાં મદદ મળશે. જો ફોન પર Medicare એપોઇન્ટમેન્ટમાં હાજરી આપવામાં આવે, તો સભ્યોએ તેમને આ ડોક્યુમેન્ટમાં શું છે તે સમજાવવું જોઈએ.

 

વધુ માહિતી આવવાની બાકી છે

સભ્યોએ અમારી ટીમ અથવા કોમ્યુનિટી પાર્ટનર્સના સંદેશાવ્યવહાર પર નજર રાખવી જોઈએ, જેઓ આ પ્રક્રિયામાં તેમની મદદ કરવા માટે તેમનો સંપર્ક કરી શકે છે. 

 

અમારો સંપર્ક કરો 

સભ્ય સેવાઓને 1-855-670-5934 (TTY 711) પર કૉલ કરો. પ્રતિનિધિઓ સવારે 8:00થી રાત્રે 8:00 વાગ્યા સુધી, 1 ઓક્ટોબરથી 31 માર્ચ સુધી અઠવાડિયાના 7 દિવસ અને સોમવાર - શુક્રવાર 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે. 

 

H8330_2025_91_C

Medicare સેવિંગ્સ પ્રોગ્રામ (MSP)

Medicare સેવિંગ્સ પ્રોગ્રામ (MSP) લાયક MassHealth સભ્યો માટે Medicare ખર્ચને આવરી લેવામાં મદદ કરે છે. જો તમે MassHealth સભ્ય છો અને લાયકાત ધરાવતા Medicare લાભાર્થી (QMB) છો, તો તમે MSP માટે પાત્ર છો. આનો અર્થ એ કે MassHealth તમારા Medicare ભાગ A અને B પ્રીમિયમનો ખર્ચ ચૂકવશે. તમે MassHealth માટે હાલમાં ચૂકવતા હો તેના કરતાં વધુ ચુકવણી કર્યા વિના પણ Medicareમાં રહી શકો છો.


તમે આપમેળે વધારાની મદદ પણ મેળવશો, જે ફેડરલ કાર્યક્રમ છે અને જે તમારા Medicare પ્રિસ્ક્રિપ્શન દવા (ભાગ D) પ્લાનના ખર્ચા ચૂકવવામાં મદદ કરે છે.